કેમ છો વ્હાલા મિત્રો !!!!!

આપને નેટજગત પર મળીને ખૂબ આનંદ થયો. આપના જેવા મહાન લોકોએ આ અંગ્રેજીનાં જમાનામાં તથા ઈન્ટરનેટ યુગમાં પણ ગરવા ગુજરાતના વારસાને જીવંત રાખ્યો છે. આપણે જ્યારે ઈન્ટરનેટની સમુદ્ર જેવી દુનિયામાં ગુજરાતી જેવી નાની નાવને પણ ખૂબ સારી રીતે ચાલતા જોઈએ ત્યારે આપણી આંખોને ખૂબ ઠંડક મળે છે.

આ મારો બ્લોગ પર લખવાનો પ્રથમ વખતનો પ્રયાસ છે. મને બ્લોગ વિષે બહુ જાણકારી નથી. પરંતુ હું જે કંઈ પણ પોસ્ટ કરું તે શુધ્ધ અને સાત્વિક હોય તે બાબતનું જરુરથી ધ્યાન રાખીશ.

આપ મારા બ્લોગની નિયમીત સફર કરી તથા મને અભિપ્રાય આપીને પ્રોત્યાહન આપશો.

બીજું ઉનાળાના દિવસોમાં આંખોને ઠંડક થાય તેવું સરસ ચિત્ર મુકી રહ્યો છું. જે સંપુર્ણપણે વિદેશી છે.